ગાંધીધામમાંથી 11 હજારની રોકડ સાથે પાંચ જુગારપ્રેમીઓ ઝડપાયા

copy image

ગાંધીધામમાંથી પાંચ ખેલીઓને પોલીસે દબોચી લીધા છે. આ કામગીરીની વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામમાં ખોડીયાર નગર પ્રાથમિક સ્કૂલની નજીક જાહેર જગ્યામાં અમુક શખ્સો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહયા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ સ્થળ પરથી 11020 ની રોકડ સાથે પાંચ જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.