Skip to content
જામજોધપુર પોલીસ ગત રાત્રીના પેટ્રોલિંગમાં હોય તે સમયે ચોકકસ બાતમી મળી હોય કે શહેરની આંબલી ફળીવાળી શેરીમાં કેટલાંક ઇસમો જાહેરમાં તિન-પત્તીનો જુગાર રમી પૈસાની હાત-જીત કરી રહ્યાં છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમી પૈસાની હાર-જીત કરતાં ફુલચદં મોહનભાઈ, નીતિન વસતં સુરેજા, હસમુખ વિઠ્ઠલ કડીવાર, જયેશ જમનાદાસ ગોંડલિયા, રાજેશ પરસોતમ કાલરિયા, દિનેશ ઉર્ફે દડુ હરીભાઈને રોકડ રૂ.૧૯,૪૯૦ની મત્તા સાથે પોલીસે પકડી પાડી તપાસ હાથ ધરી હતી.