ગાંધીધામના ગળપાદર ગામે જતાં એરપોર્ટ રોડ ઉપર સોમવારના સાંજે બનેલા બનાવમાં ટ્રેઇલરે બાઇકને તકકર મારતા તેમાં બાળક અને વૃદ્ધનું મૃત્યુ નીપજયું હતું. તો એક મહિલા પણ ઘાયલ થઈ હતી. આ બનાવ બાદ કાળમુખા ટ્રેઇલરનો ચાલક સ્થળેથી ભાગી ગયો હતો. સૂત્રોએ જણાવ્યુ હતું કે સોમવારના સાંજે આદિપુરમાં રોનક હરીશ નેરા (ઉ.વ.3), લવજીભાઇ ભાણાભાઈ માલી (ચૌહાણ)(ઉ.વ.45) અને મહિલા ગળપાદર રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક આવી ચડેલા ટ્રેઇલર જીજે 12 એડબલ્યુ 1083 એ બાઇકને અડફેટે લીધું હતું. જેના કારણે સવાર ત્રણેય ફાંગોળાઈ ગયા હતા. જેમાં ગંભીર ઇજાઓ થઈ હતી 3 વર્ષીય માસુમ બાળક રોનક અને વૃદ્ધ લવજીભાઈનું મૃત્યુ નીપજયું હતું. મહિલા પણ ઘાયલ હતી. પીએસઆઇ એસ.એન.કરંજિયા ઘટના સ્થળે ધસી જઈને મૃતદેહોને રામબાગ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, મોડી સાંજ સુધી પોલીસમાં માત્ર જાણવા જોગ દાખલ થઈ હોવાના લીધે વધુ વિગત પોલીસ આપી શકી નહતી.