મુંબઈ-પૂણે એક્સપ્રેસ-વે પર સર્જાયો ગોઝારો અકસ્માત : ટ્રેલરના બ્રેક ફેલ થતા 20 ગાડીઓ સાથે ટક્કર : 4 ના મોત

copy image

મુંબઈ-પૂણે એક્સપ્રેસ-વે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં, બેકાબૂ ટ્રેલરના બ્રેક ફેલ થઈ જતાં, આ ટ્રેલરની 20 ગાડીઓ સાથે ટક્કર થઈ હતી. આ બનાવ અંગે સૂત્રો જણાવી રહ્યા છે, મુંબઈ-પૂણે એક્સપ્રેસ-વે પર બ્રેક ફેલ થઈ જતાં બેકાબૂ બનેલ ટ્રેલર લગભગ 20ને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થતાં 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ ગોઝારા બનાવમાં લગભગ ત્રણ વાહનો સંપૂર્ણપણે ભંગાર થઈ ગયેલ છે ઉપરાંત અન્ય ઘણા વાહનોને ભારે નુકસાન થવાની સાથે અનેક મુસાફરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. તેમજ 4 લોકોનાં મોત થયાના અહેવાલ સામે આવી ચૂક્યા છે.