અંજાર તાલુકાનાં મેઘપર-કુંભારડીની ગોલ્ડન સીટીમાંથી પૂર્વ કચ્છ એલ.સી.બી. દ્રારા રૂ.39,550 નો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ તથા રોકડ 2,400 મળી કુલ રૂ.41,950 ના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે અંજાર પોલીસ સ્ટેશનના પી..એસ.ઓ સુરેન્દ્ર યાદવે વિગતો આપતા જણાવ્યુ હતું કે પૂર્વ કચ્છ એલ.સી.બી.દ્રારા અંજાર તાલુકાનાં મેઘપર-કુંભારડીમાં આવેલ ગોલ્ડન સીટીના મકાન નંબર 592 માં રહેતા હિતેશગીરી રતનગીરી ગોસ્વામી, ઉ.વ. 19 વાળાને ત્યાં દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ 89 કિંમત રૂ. 39,550 તથા દારૂ વેચાણન રોકડ રૂ.2,400 એમ કુલ મળી રૂ. 41,950 મુદામાલ સાથે શખ્સ હિતેશગીરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજો શખ્સ પ્રકાશગીરી શિવગીરી ગોસ્વામી, રહે. મકાન નંબર 94, ગોલ્ડન સીટી, મેઘપર-કુંભારડી તા.અંજાર વાળો મળી આવેલ ન હતો. આ બાબતે અંજાર પોલીસ સ્ટેશને નોંધ કરાવતા આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ જયુભા જાડેજા ચલાવી રહ્યા છે.