ગાંધીધામમાં જુગાર રમતા 3 ઈસમોની અટકાયત અંજારમાં વરલી મટકાનો ભાવ લેતા પકડાયો

ગાંધીધામ શહેરના પીએસએલ કારગો તેમજ અંજારની લક્ષ્મી ટોકીઝ નજીક પોલીસે રેડ પાડીને જાહેરમાં જુગાર રમતા 4 ઇસમોની અટકાયત કરી લીધી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર સવારના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી, તેવામાં બાતમીના આધારે શહેરના પીએસએલ ઝુપડાના ખુલ્લા મેદાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે તલાશી કરતાં ઈસમ સતીષ રામાસીમાત કુરીમીકી, તાજીરગાજી ઈનુશગાજી મુસ્લિમ અને ઓમકાશી રાજનાથસિંહ રાજપૂત, રહે. ત્રણેય કારગો ઝુપડાવાળા જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હતા, જેથી પોલીસે ત્રણેય ઈસમોની અટકાયત કરી લીધી હતી અને તેઓ પાસેથી રોકડ મળી રૂ.3,600 નો મુદામાલ જપ્ત કરી લીધો હતો. જુગારની અન્ય એક ઘટનામાં અંજાર પોલીસે લક્ષ્મી ટોકીઝ નજીક રેડ પાડી હતી. જ્યાં શેખટીંબામાં રહેતો ઈસમ ભાકરશા જુસબશા શેખ જાહેરમાં મોબાઈલ ફોન પર વરલી મટકાનો બાવ લેતો હતો, પરિણામે પોલીસે તેની અટકાયત કરી લીધી હતી અને ઈસમ પાસેથી મોબાઈલ ફોન. રોકડ વગેરે મળી રૂ. 1,040 નો મુદામાલ જપ્ત કરી લીધો હતો. જે બંને બનાવમાં પોલીસે ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.         

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *