અમદાવાદના વિસતથી ચાંદખેડા જતાં માર્ગે રિક્ષા પલટી જતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

copy image

copy image

 અમદાવાદના વિસતથી ચાંદખેડા જતાં માર્ગે રિક્ષા પલટી જતાં એક યુવાને જીવ ગુમાવ્યો છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. તા. ૨૩ના રોજ બન્યો હતો. તા.23 ના રોજ વસ્ત્રાલનો રહેવાસી હતભાગી યુવક રિક્ષામાં સવાર થઈ વિસતથી ચાંદખેડા તરફ જઈ રહ્યો છે.  તે સમયે ચાંદખેડા પોલીસ સ્ટેશનની સામે રિક્ષા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ગઈ હતી.  રિક્ષામાં સવાર યુવક રિક્ષાની નીચે દબાઈ જતાં, ગંભીર ઇજાઓના પગલે મૃત્યુ પામ્યો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.