અમદાવાદના હાંસોલમાં કારની હડફેટેને વૃદ્ધનું મોત

copy image

copy image

અમદાવાદના હાંસોલમાં કાર ચાલકે વૃદ્ધને હડફેટે લેતા તેમનું મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત 26 રોજ હતભાગી હાંસોલ ગામમાં મંદિરમાં ભજનમાંથી ચાલીને ઘરે જઈ રહ્યા હતા તે સમયે  કાર ચાલકે વૃદ્ધને હડફેટમાં લઈ ઘાયલ કરી દીધા હતા. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.