મોટા રેહા સીમમાંથી દારૂના જથ્થા સાથે બે ઇસમો પકડાયા

ભુજ તાલુકાનાં મોટા રેહા ગામની સીમમાંથી પોલીસે અંગ્રેજી દારૂના જથ્થા સાથે બે ઇસમોને બાઈક સહિત પકડી પાડ્યા હતા. આ દરમ્યાન રાત્રિન પોલીસ સાથે ઇસમો ઝપાઝપી કરતાં તેમના શર્ટ ફાટી ગયા હતા. બંનેની ધરપકડ કરી પૂછપરછ કરતાં વધુ બે ઇસમોના નામ સપાટીએ આવ્યા હતા કુલ રૂ. 84,000 નો મુદામાલ કબ્જે કરી તજવીજ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ પૂર્વ બાતમીના આધારે મોટા રેહા ગામની સીમમાં પવનચક્કી તરફ જતાં રસ્તા પર બાવળની ઝાડીમાં દરોડો પાડ્યો હતો. રાત્રિના અરસામાં આ દરોડો કરવામાં આવ્યો હતો, જેમાં મહેશસિંહ ઉર્ફે મહેશોજી રાણુભા જાડેજા અને જશુભા ભચુભા જાડેજાને પકડી લેવામાં આવ્યા હતા. દરોડા દરમ્યાન વિવિધ પ્રકારની ભારતીય બનાવટનો પરપ્રાંતીય શરબનો જથ્થો રૂ. 43,825 નો મળી આવ્યો હતો. આ ઉપરાંત શરબના હેરફેર માટે રાખવામાં આવેલ એક બાઇક જીજે 12 ડીએચ 4046, કિંમત રૂ. 40,000 તથા બે ફોન, કિંમત રૂ. 800 સહિત કુલ રૂ. 84,625 સાથે પકડી પાડ્યા હતા. પકડાયેલા બંને ઇસમોની પૂછપરછમાં આ જથ્થો રાસુભા તગજી સોઢાએ સુરૂભા રાણુભા જાડેજાને આપ્યો હતો. તેની પાસેથી બંનેએ ખરોધો હતો. ચારે વિરૂધ્ધ પધ્ધર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી હતી.           

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *