‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચરલ ટુરિઝમ’નો પ્રારંભ

copy image

આ આયોજન ગુજરાત ટુરિઝમ અને કે. કે. મૂવી એન્ટરપ્રાઇઝ ડિરેક્ટરઃ કેતકી કાપડિયા દ્વારા કરવામાં આવ્યું છે.
ગુજરાતની હરિયાળી નગરી અને રાજધાની એવા ગાંધીનગરના આંગણે ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચરલ ટુરિઝમ’ નામના સુંદર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ હૉટેલ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે 31 જુલાઈથી 2 ઓગસ્ટ એમ કુલ 3 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના ફિલ્મ મેકર્સની શોર્ટ ફિલ્મ્સ અને ડોક્યુમેન્ટરીઝનું સ્ક્રીનીંગ કરવામાં આવશે.
આ ફેસ્ટિવલના ડિરેક્ટર કેતકી કાપડિયા છે. જ્યારે ફેસ્ટિવલના આર્ટિસ્ટીક ડિરેક્ટર શ્રીનિવાસ નાયડુ છે. ફેસ્ટિવલની ઑપનિંગ સેરમની 31 જુલાઈના રોજ બપોરે 2:00 વાગ્યે શરૂ થઈ હતી. જેમાં ‘અંદાજ’ અને ‘જાનવર’ જેવી જાણીતી બોલીવુડ ફિલ્મોના ડિરેક્ટર સુનિલ દર્શન, ઍક્ટર અને વોઈસ આર્ટિસ્ટ રાજેશ ખટ્ટર, ડિરેક્ટર અને રાઈટર ધરમ ગુલાટી, ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર ચિન્મય પુરોહિત, ઍક્ટર અને મોડેલ અરુણ શંકર, એક્ટ્રેસ અનેરી વજાની, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ જેવી જાણીતી હસ્તીઓ હાજર રહ્યાં હતાં.
રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.