Skip to content
અમરેલી પોલીસ અધિક્ષક નિલિર્પ્ત રાયની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને એસઓજીના પોલીસ સબ ઈન્સ આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમે અમરેલી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન બાબરા પોલીસ સ્ટેશનના નાસતા ફરતા ઈપીકો કલમ વગેરે મુજબના ગુનાના કામે છેલ્લા આઠેક વર્ષથી નાસતા ફરતા શખ્સને પકડી પાડેલ છે. ઝડપાયેલ શખ્સનું નામ જયંતીભાઈ ભોપાભાઈ રાઠોડ (ઉ.વ.32, મુળ કસવાળી, આંબલી ચોક)ના હાલ રહે. બોરડી સમઢીયાળા તા.જેતપુર જિ.રાજકોટ હોવાનું તથા શખ્સ બાબરા પોલીસ સ્ટેશનના ઈપીકો કલમ મુબજના ગુનાના કામે છેલ્લા આઠેક વર્ષથી નાસતો ફરતો હોય જેને ગાવડકા ચોકડી નજીકથી ઝડપી પાડેલ અને વધુ કાર્યવાહી માટે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.