વાંકાનેરમાં આવેલ મુળીના ઓટો રીક્ષાના ચોકીદારને હાથ-પગ બાંધી ચાર ઇસમોએ મોબાઇલ અને રોકડાની લુંટ ચલાવ્યાની ફરીયાદ લખાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગેની વિગત અનુસાર વાંકાનેરના ચંકરપુર ગામે રહેતા અને વાંકાનેરમાં આવેલ મુળીના ઓટો શોરૂમમાં ચોકીદાર તરીકે નોકરી કરતા મહમદભાઇ સાજીભાઇ શેરસીયા (ઉ.વ.૭૦) નામના વૃઘ્ધ મોડી રાત્રીના અરસામાં શોરૂમની બહાર નોકરી પર હતા. ત્યારે ચાર અજાણ્યા ઇસમો હિન્દી ભાષી બુકાનીધારી ઇસમો તથા આવી વૃઘ્ધને ઢીકાપાટુનો માર મારી હાથ પગ બાંધી દઇ તેના ખિસ્સામાંથી રોકડ રૂ. ૧૦ હજાર અને મોબાઇલ ફોન તથા બાઇકની ચાવી સહીતના મુદામાલની લુંટ કરી નાશી છૂટયા હતા. બનાવ બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા મહીલા પીએસઆઇ પી.સી. મોલીયા અને રાઇટર વિરેન્દ્રસિંહ સહીતના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમીક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શોરૂમના સીસી ટીવી ચેક કરતા અગાઉ કામ કરતો યુ.પી.નો ઈસમ લુંટને અંજામ આપવામાં સામેલ હોવાની હકિકત મળતા પોલીસે સીસી ટીવી કુટેજના આધારે કાર્યવાહી શરૂ કરી છે.