ગઝવા-એ-હિન્દનો ઇરાદો ધરાવનાર શમા પરવીનની બેંગલુરુથી કરાઈ ધરપકડ

copy image

ગઝવા-એ-હિન્દનો ઇરાદો શમા પરવીન અંસારી ધરાવતી હતી જે લગભગ 10,000 લોકોમાં જેહાદનું ઝેર ફેલાવવાનું કામ કરી રહી હતી. જેની બેંગલુરુથી ધરપકડ કરવામાં આવેલ છે. ઝારખંડની આ યુવતીને લઈને ગુજરાત ATSએ અનેક મોટા દાવા કર્યા હોવાનું સૌતરો જણાવી રહ્યા છે. તે અલ કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ અને પાકિસ્તાનનું મોહરું બની ગઈ હતી. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ પ્રતિબંધિત આતંકી સંગઠન AQISની વિચારધારા ફેલાવવાના આરોપમાં શમાની અટક કરવામાં આવે છે. ઉપરાંત બુધવારે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગુજરાત લાવવામાં આવી હતી. ATSના અધિકારીઓ અનુસાર ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી તે ભારત સરકાર વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહ અને જેહાદ માટે લોકોને ઉશ્કેરતી હતી.