મુંદ્રામાં દરવાજા વગરના રૂમમાંથી યુવાનની કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર

copy image

મુંદ્રામાં એક રૂમમાંથી યુવાનની કોહવાયેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મુન્દ્રાના ધ્રબ સીમમાં જીઆઈડીસીના ગોદામ પાસે દરવાજાના વગરના રૂમમાં આ બનાવ બન્યો હતો. અહીથી ગત સાંજના અરસામાં આશરે 30થી 35 વર્ષીય ઉમર ધરવનાર અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. આ લાશ અત્યંત વાસ મારતી તથા કીડા પડી ગયેલી હાલમાં મળી આવેલ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે તપાસનો દોર શરૂ કરી દીધો છે.