ખાવડામાં કંપનીમાં વાયરિંગ કામ દરમ્યાન 35 વર્ષીય યુવાનનું વીજ શોકથી મોત

copy image

copy image

ખાવડાના આરઈ પાર્કમાં આવેલી એલ એન્ડ ટી કંપનીમાં વાયરિંગ કામ દરમ્યાન 35 વર્ષીય યુવાનનું વીજ શોકથી મોત થયું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કેપીએસ-3 એલ એન્ડ ટી કંપનીમાં આ બનાવ બન્યો હતો. રવિકુમાર રામાનંદ સિંઘ નામનો યુવાન અહી વાયરિંગનો કામ કરી રહ્યો હતો. કામ દરમ્યાન વીજ શોક લાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.