ભુજમાં જ્યોતિષની ઓફિસમાંથી ધોળા દિવસે માત્ર એક કલાકમાં રૂા. 3.50 લાખની રોકડ પર હાથ સાફ કરાયો

copy image

ભુજમાં જ્યોતિષની ઓફિસમાંથી ધોળા દિવસે રૂા. 3.50 લાખની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે ફરિયાદી એવા 72 વર્ષીય વરિષ્ઠ જ્યોતિષ અરવિંદભાઈ પ્રધાનજી જોબનપુત્રાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર જ્યોતિષનાં કામ પેટે છેલ્લા છ માસ દરમિયાન આવેલી ફીની રકમ ઓફિસમાં કબાટની અંદર રાખેલ હતી. ગત તા. 29ના રોજ બપોરના સમયે ઓફિસ બંધ કરી તેઓ શરાફ બજારમાં રુદ્રાક્ષની માળા માટે આપવા ગયેલ હતા અને પરત આવીને જોતાં ઓફિસનો દરવાજો ખુલ્લો હતો. ઉપરાંત ઓફિસના ખાનામાં તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળી આવ્યો હતો. અજાણ્યા ચોર ઈશમો માત્ર એક કલાક દરમ્યાન રૂા. 3.50 લાખ રોકડ પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.