“ભુજ શહેરના ગૌરવપથ ને આઇકોનીક રોડ તરીકે વિકસાવાશે”

રાજ્ય સરકારશ્રીની સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અને નિર્મળ ગુજરાત ૨.૦ યોજના અંતર્ગત શહેરના કોઈ એક રોડને આઈકોનીક રોડ તરીકે વિકસાવવા વર્ષ ૨૦૨૪-૨૫ મા સરકારશ્રી દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત અંદાજીત ૭૯ લાખના ખર્ચે ભુજ શહેરના ગૌરવપથને “આઈકોનીક રોડ” તરીકે વિકસાવામાં આવશે, જેમાં ડેકોરેટીવ સ્ટ્રીટ લાઈટ્સ ઓર્નામેન્ટલ ગ્રીલ અને સ્વચ્છ ભારત મિશનને લગતા ભીત ચિત્રો દ્વારા માર્ગનું સુશોભન કરવામાં આવશે.

આ અંગે વિગત આપતા કારોબારી ચેરમેનશ્રી મહીદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભુજ શહેર દિવસે ને દિવસે વિકાસ પામતું જાય છે, ત્યારે રાજ્ય સરકારશ્રીની યોજના અંતર્ગત શહેરના ગૌરવપથ રોડ ને આઈકોનીક રોડ તરીકે વિકસાવામાં આવવાનું હોઈ આ યોજના અંતર્ગત હાલ વર્ષો જુના નખાયેલા સ્ટ્રીટ પોલને બદલે નવા ડેકોરેટીવ સ્ટ્રીટ લાઈટ્સ તેમજ ગ્રીલ્સ નાખવાની હોઈ લોક સુખાકારી મા વધારો કરવામાં આવી રહ્યું છે.

આ અંગે વધુ વિગત આપતા ઉપપ્રમુખશ્રી ધનશ્યામભાઈ ઠક્કરે જણાયું હતું કે ભુજ નગરપાલિકા દ્વારા સતત પ્રજાજોગ લોક સુખાકારીના કામ કરવામાં આવતા રહ્યા છે અને હજી પણ આગળ કરવામાં આવશે, લોકો, શહેરના વિકાસની ખૂટતી કડીઓ પુરવા માટે પૂર્ણ પ્રયત્નશીલ છીએ.

આ અંગે વધુ વિગત આપતા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી એવા લોકલાડીલા શ્રી નરેન્દ્ર મોદીના સાહેબની દિર્ઘદ્રષ્ટિ થી કચ્છ આજે ટુરીઝમનું હબ બની ગયું છે, જેમાં ખાસ કરીને કચ્છનું પાટનગર ભુજએ પર્યટકોનું માનીતું સ્થળ છે, જેમાં સમય સાથે સાથે સતત વિકાસ થતો જ રહે છે. ભુજ માટે એક યશ કલગી સમાન તેમજ ભુજના શહેરીજનો માટે એક ભેટ સમાન શહેરના ગૌરવપથને “આઈકોનીક રોડ” તરીકે વિકસાવામાં આવશે જેમાં વિવિધ સુવિધાઓ આવરી લેવામાં આવી છે.