રાપરના નારણપરમાંથી દસ હજારની રોકડ સાથે આઠ ખેલીઓ ઝડપાયા

589700500jugar

copy image

copy image

રાપરના નારણપરમાંથી જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  રાપરના નારણપરમાં બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતની રમત રમી રહ્યા હતા, તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી દસ હજારની રોકડ સાથે આઠ ઈશમોને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.