મોરબીઃ ગેસ્ટ હાઉસમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની તસ્કરી

મોરબીમાં તસ્કરી, લુંટ અને હત્યા જેવા બનાવો સામાન્ય થઇ ગયા છે તેમ બે દિવસમાં બે હત્યા બાદ તસ્કરીની ધટના સામે આવી છે. ત્યારે એક ગેસ્ટહાઉસમાંથી કોઈ અજાણ્યા શખ્સે 2 લાખથી વધુના મુદામાલની તસ્કરી કરી લઇ ગયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મૂળ બિહાર અને હાલ પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ પોતાનું ગેસ્ટહાઉસ ચાલવતા મૃત્યુંજય શ્રીરામઆઘ તિવારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે કે તેના ગેસ્ટહાઉસના ખુલ્લા શટરમાંથી ગત રોજ કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી ગેસ્ટહાઉસમાં ખૂણામાં બેગ તથા બેગમાં રાખેલ સોનાનો સેટ ત્રણ તોલા કિંમત રૂ.90,000 તેમજ સોનાની બંગડી બે તોલા કિંમત રૂ.60,000, સોનાની વીટી નંગ-4 કિંમત રૂ.15,000, સોનાની નાકની નથડી અધડો તોલા કિંમત રૂ.15,000, સોનાનો માથામાં નાખવાનો ટીકાનંગ-1 અધડો તોલાનું કિંમત રૂ.15,000, સોનાની ચેન એક તોલાની કિંમત રૂ.30,000, સોનાનું પેન્ડલ અધડો તોલા કિંમત રૂ.15,000 એમ સોનાના દાગીનાની કુલ કિંમત રૂ.2,40,000 તથા એપ્પલ કંપનીનો મોબાઈલ કિંમત રૂ.8000, ખીતીએ ટીગાડેલ પેન્ટના ખિસ્સામાંથી પર્સમાં રાખેલ રોકડા રૂ.10,000 અને આઈ.સી.આઈ.સી. બેન્કનું એટીએમ એમ કુલ મુદામાલ કિંમત રૂ.2,58,000 ની તસ્કરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *