ગાંધીધામમાં એમ્બ્યુલન્સના ચાલક પર છરી વડે હુમલો

copy image

copy image

ગાંધીધામમાં એમ્બ્યુલન્સના ચાલક ઉપર છરી વડે હુમલો કરી દેવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં આવેલ ભારતનગર વિસ્તારમાં ખાનગી હોસ્પિટલના ગેટ પાસે કાર હટાવવાના મુદ્દે એક શખ્સે એમ્બ્યુલન્સના ચાલક ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. ગત તા. 30-7ના રોજ ગાંધીધામમાં  રહેનાર ધર્મેન્દ્ર કાનજી ચૌહાણ એમ્બ્યુલન્સ ચલાવતો હોવાથી  તેણે પોતાની  એમ્બ્યુલન્સ શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલના ગેટ નજીક પાર્ક કરેલ હતી, તે દરમ્યાન બીજી વર્ધી મળી હતી, પણ હોસ્પિટલના ગેટ આગળ કોઈ કાર પાર્ક કરેલ હોવાથી તેને ગાડીના ચાલકને કાર હટાવવાનું કહેતાની સાથે જ તે કારમાંથી બાહર આવી અને ઉશ્કેરાઈ જઈ ફરિયાદી પર છરી વડે હુમલો કરી દીધો હતો. બનાવને પગલે રાડારાડ થતાં અનેક લોકો એકઠા થઈ ગયેલ અને ફરિયાદીને છોડાવ્યો હતો. બાદમાં ઘાયલ થયેલ ફરિયાદી સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ બનાવ અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.