ભુજમાંથી ધોળા દિવસે રૂા. 3.50 લાખની રોકડ ચોરનાર ઈશમને પોલીસે રંગે હાથ દબોચ્યો

copy image

ભુજમાંથી ધોળા દિવસે રૂા. 3.50 લાખની રોકડ ચોરનાર ઈશમને પોલીસે દબોચી લીધો છે. ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે, સીસીટીવી ફૂટેજ અને માનવીય સંદર્ભો ઉપરાંત પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ કાર્યવાહીમાં સ્ટેશન રોડ પર ધોળા દિવસે રૂા. 3.50 લાખની રોકડ ચોરનારા ઓસમાણગની ઉમર ગગડા નામના આરોપીને શખ્સને રંગે દબોચી લેવાયો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડા રૂા. 1,24,600 તથા ચોરી કરાયેલા નાણાં પૈકી રૂા. 1,72,000થી ખરીદાયેલી બાઈક મળી કુલ રૂા. 2,96,600નો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.