જગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી માધાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ જુગાર અંગેના સફળ કેશો શોધી કાઢવા અને આ બદીને નેસ્ત-નાબુદ કરવા સુચના-માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એમ.ઝાલા માર્ગદર્શન હેઠળ માધાપર પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એમ.ઝાલા તથા પો.હેડ.કોન્સ. પરમવીરસિંહ કે.ઝાલા નાઓને સંયુકત ખાનગી રાહે સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે, માધાપર હાઇવે પર આવેલ બંસીધર ટી હાઉસ વાળી ગલીમાં ખુલ્લામા અમુક ઇસમો ગંજી પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબના આરોપીઓને પકડી પાડી મજકુર આરોપીઓ પાસેથી રોકડા રૂ-૩૫,૯૦૦/- તથા ગંજી પાના નંગ-પર કિ.રૂ.૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૦૭ જેની કિ.રૂ.૩૦,૫૦૦/- એમ કુલ્લે મુદામાલ કિ.રૂ.૬૬,૪૦૦/- વાળો કબ્જે લઇ જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે.

આરોપીઓ

(૧) ગજેન્દ્ર રામભરોષે પાલ ઉ.વ.૩૩ ધંધો-સેલ્સમેન હાલે રહે, ગરબીચોકની પાસે ઉમેદનગર ભુજ મુળ રહે, ઇમલીયાપુરી તા.કાલપી જી.જાલોન ઉત્તરપ્રદેશ

(૨) શાંતીલાલ વેલજી ઠકકર ઉ.વ.૬ર ધંધો-નિવૃત રહે,સ્વામીનારાયણનગર જુનાવાસ માધાપર તા-ભુજ

(૩) મનીષ નારણભાઇ બેચરા ઉ.વ.૫૪ ધંધો-નિવૃત રહે, મ નં 973 કૈલાશનગર મંગલમ ચાર રસ્તા પાસે ભુજ

(૪) અમીત જીતેન્દ્રભાઇ નાયક ઉ.વ.૪૦ ધંધો-વેપાર રહે, રાધાકૃષ્ણનગર મિરઝાપર તા-ભુજ

(૫) જગદીશભાઇ છગનભાઇ પટેલ ઉ.વ.૩૭ ધંધો-વેપાર રહે, રાધાકૃષ્ણનગર મિરઝાપર તા-ભુજ

(૬) દેવેન્દ્રપુરી શંકરપુરી ગુંસાઇ ઉ.વ.૪૦ ધંધો-રી.ડ્રા. રહે, શ્રધ્ધા સ્કૂલ પાસે સ્વામીનારાયણનગર જુનાવાસ માધાપર તા-ભુજ

(૭) રાહુલ અમરતભાઇ ઠકકર ઉ.વ.૩૦ ધંધો-પ્રા. નોકરી રહે, મ નં 303 સનરાઇઝસીટી જુનાવાસ માધાપર તા-ભુજ

મુદ્દામાલની વિગત:-

(૧) રોકડ રૂ. ૩૫,૯૦૦/-

(૨)મોબાઇલ ફોન નંગ-૦૭ જેની કિ.રૂ.૩૦,૫૦૦/-

(૪) ગંજી પાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦

કુલ મુદ્દામાલ કિ.રૂ. ૬૬,૪૦૦/-

આ કામગીરીમાં માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર ડી.એમ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સ. પરમવીરસિંહ કે.ઝાલા તથા ભગીરથસિંહ એ. જાડેજા તથા કાનાભાઇ એચ. રબારી તથા પો.કોન્સ. કલ્પેશ કરશનભાઇ કોડીયાતર તથા લાલસિંહ ચેહરાજી પરમાર તથા ડ્રા.પો.કોન્સ. જગદીશભાઇ શંકરલાલ ચૌહાણ એ રીતેના માધાપર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.