ભુજનાં હ્રદય સમાન હમીરસર તળાવમાં 20 વર્ષીય યુવાને મોતની છલાંગ લગાવી

copy image

ભુજનાં હ્રદય સમાન હમીરસર તળાવમાં ગત દિવસે 20 વર્ષીય યુવાને મોતની છલાંગ લગાવી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ ગોઝારા બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રીના સમયે એટલે કે, શનિવારે રાત્રે જૂની રાવલવાડી-નટવાસમાં રહેતા 20 વર્ષીય યુવાન રુતિક ગુલામ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. હતભાગીએ હમીરસરમાં છલાંગ લગાવી દેતાં ભુજની ફાયર શાખાને જાણ કરવામાં આવેલ હતી. જેમની ટીમે પાણીમાંથી યુવાનને બહાર કાઢયો હતો.