ગાંધીધામમાંથી 24 હજારની રોકડ સાથે ચાર ખેલીઓની ધરપકડ

jugar

copy image

copy image

ગાંધીધામમાંથી 24 હજારની રોકડ સાથે રૂપિયાની રમત કરનાર ચાર ખેલીઓને પોલીસે રંગે હાથ દબોચી લીધા હતા. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં ધોબીઘાટ નજીક અમુક ઈશમો રૂપિયાની રમત કરી રહ્યા હતા. તે સમયે અચાનક ત્રાટેકેલી પોલીસે અહીથી રૂા.24650 ની રોકડ સાથે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ઈશમો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.