નખત્રાણાના નેત્રા ગામે વીજશોક લાગતા આધેડનું મોત

copy image

નખત્રાણા ખાતે આવેલ નેત્રા ગામમાં વીજશોક લાગતા આધેડનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નેત્રાના 66 કે.વી. સબ સ્ટેશનમાં ભીમનાથ એ.જી.ની લાઈનમાં કામ કરતી વેળાએ નેત્રા ગામના 58 વર્ષીય કાનજીભાઈને વીજશોક લાગ્યો હતો. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.