શિકારપુરના સીમમાં આવેલ પવનચક્કીમાંથી 2.08 લાખની ઉઠાંતરી કરી ચોર થયા ફરાર

copy image

ભચાઉ ખાતે આવેલ શિકારપુર ગામના સીમ વિસ્તારમાંની બે પવનચક્કીમાંથી 2.08 લાખની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, શિકારપુરની સીમમાં આવેલ સુઝલોન કંપનીની પવનચક્કીઓમાં તસ્કરો ત્રાટક્યા હતા, અને અહીથી જુદા-જુદા આકારના વાયર, બસબાર સેટ નંગ-2 તથા એસ-217માંથી જુદા જુદા વાયર એમ કુલ રૂા. 2,08,000ના સામાનની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ છાનબીન આરંભી છે.