ગાંધીધામના શિણાયમાં યુવાનનો આપઘાત

copy image

ગાંધીધામના શિણાયમાં 37 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ ગત તા. 1/8ના રોજ શિણાયના સીમ વિસ્તારમાં સુનીલ સોરઠિયાની વાડીમાં રહેનાર ગોવિંદ મકવાણા નામનો યુવાન રાત્રે વાડી પર રૂમમાં હતો તે સમયે તેને કોઈ અકળ કારણે ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.