લાકડિયા નજીક ગાય આડી આવતાં બાઈક સ્લીપ જવાના કારણે 14 વર્ષીય કિશોરનું મોત

copy image

ભચાઉ તાલુકાના લાકડિયા નજીક બાઈકને ગાય આડી આવતાં બાઈક સ્લીપ જવાના કારણે પાછળ બેઠેલા 14 વર્ષીય કિશોરનું મોત થયું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ ગોઝારો બનાવ ગત તા. 1/8ના રોજ સવારના અરસામાં બન્યો હતો. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ દેવરાજ વિરમ કોળી અને કિશોર કોળી બાઈક પર લાકડિયાથી સામખિયાળી તરફ જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં અચાનક રોડ પર ગાય આડી આવતાં બાઈક ચાલકે બ્રેક મારતાં બાઈક સ્લીપ થઈ જવાના કારણે પાછળ બેઠેલ દેવરાજને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે તેને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.