અમદાવાદની જુઈ દેસાઈએ મોડેલિંગ અને બ્યુટી ક્વીન ક્ષેત્રે મેળવી અદ્ભુત સિદ્ધિઓ

image-27

મોડેલિંગ અને સુંદરતાની દુનિયામાં અમદાવાદની જુઇ રોહિતભાઈ દેસાઈનું નામ આજે નવી ઊંચાઈઓ એ છે. 2009માં ‘મિસ એન્ડ મિસિસ નડિયાદ’ થી સફર શરૂ કરનાર જુઇએ ઘણા ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.
તાજેતરમાં જુઇ દેસાઈએ OMG સીઝન 3 જેવી જાણીતી સ્પર્ધામાં પોતાનું શાનદાર પ્રદર્શન આપ્યું હતું, જ્યાં તેમણે ટોપ 500 માંથી સફર શરૂ કરીને ટોપ100 સુધી પહોંચવાનો નોંધપાત્ર વિક્રમ હાંસલ કર્યો હતો.અને ઓએમજી સિઝન 3 ફેસ ઓફ ધ યર બન્યા હતાં..જે તેમના વધતા લોકપ્રિયતા અને પ્રતિભાનો પુરાવો છે.
વિશેષ કરીને, 2019માં જુઇએ “મિસ ગુજરાત એશિયા ઈન્ટરનેશનલ”નો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ “મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ કોસ્મોસ સીઝન 3” માં ત્રીજી રનર-અપ તરીકે પસંદ થવા ઉપરાંત “ડિવાલિશિયસ” સબટાઇટલ પણ જીત્યો હતો – આ સમગ્ર કાર્યક્રમ દુબઈ ખાતે આશીર્વાદ કન્સલ્ટન્ટ દ્વારા યોજાયો હતો. હમણાં તાજેતરમાં જુઇ ” મિસ્ટર, મિસ અને મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સીઝન 5″ ના ટેલેન્ટ રાઉન્ડ તથા ગ્રાન્ડ ફિનાલે (પામ ગ્રીન રેસોર્ટ્સ, નવી દિલ્હીમાં યોજાયેલ) માં મુખ્ય જ્યુરી તરીકે નજરે આવી હતી. રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.