Skip to content
વાંકાનેરની લુણસરીયા ચોકડી પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે બે ઇસમોને પકડી પાડી વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા અને બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.વી.ઝાલા, એ.આર. પટેલ, કિરીટસિંહ ઝાલા, અરવિંદભાઈ ઓળકિયા, સંજયસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર થાન રોડ પર લુણસરીયા ચોકડી પાસેથી પસાર થતા વાહનોમાં મોટર સાઈકલ જીજે ૩૬ જે ૯૭૧૭ કિંમત રૂ.૨૦,૦૦૦ શંકાસ્પદ જણાતા તેને રોકી તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ-૬ કિંમત રૂ.૧,૮૦૦ સાથે ઈસમ સમીરભાઈ અબ્દુલભાઈ પેરાણી અને દિનેશભાઈ રાણાભાઈ સોલંકીને પકડી પાડી વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.