પોલીસ મહાનિરીક્ષણશ્રી સરહદી રેન્જ કચ્છ ભુજના ડી.બી.વાઘેલા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબિયા સાહેબની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.એન.યાદવ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નલિયા પોલીસ સબ. ઇન્સપેકટર એસ.એ.ગઢવી તથા પો.કોન્સ. જોરાવરસિંહ જાડેજા તથા પો. કોન્સ. અનુપસિંહ વાઘેલા તથા પો.કોન્સ.નરેશભાઇ ચૌધરી નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ડ્રાઈવ સબબ પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમ્યાન મોટી વમોટી ગામના પાટિયા નજીક આવતા ખાનગી રાહે ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે મોટી વમોટી ગામના હરદેવસિંહ જાડેજા તથા તેનો ભાઈ દિગ્વિજયસ્નિહ જાડેજા બંને નાઓ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ માટે પોતાના ઘરમાં રાખેલ છે. તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા તુરંતજ વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં બંને ભાઈઓ ઘરે હાજર મળી આવેલ નહીં અને તેમના રહેણાંક મકાનની ઝડપી તપાસ કરતાં બ્લ્યુ બ્લેઝર રિઝર્વ વ્હિસ્કી 750 એમ.એલ.ની કાચની સીલ બંધ બોટલો નંગ 54 કિંમત રૂ.18,900 નો પ્રોહી મુદામાલ મળી આવેલ જેથી બંને ઈસમ વિરુધ્ધ નલિયા પોલીસ સ્ટેશનમાં ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.