ગાંધીનગર ખાતે ફાર્માટેક એક્સપોમાં ટેક્નોલોજીના નવા યુગની શરૂઆત

• માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, (મુખ્યમંત્રી, ગુજરાત) ના શુભહસ્તે ફાર્માટેક એક્સ્પો 2025 ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

• માનનીય શ્રી ઋષિકેશ પટેલ, (આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ગુજરાત સરકાર) તથા ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

દેશમાં નાના અને મધ્યમ કક્ષાના ફાર્મા મશીનરી/એન્જિનિયરિંગ ઉત્પાદકો અને ફાર્માસ્યુટિકલ્સ અને ફોર્મ્યુલેશન ઉત્પાદનોને યોગ્ય તકો પૂરી પાડવા માટે, ફાર્માટેક એક્સપો 5 થી 7 ઓગસ્ટ 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત ખાતે ફાર્માટેક એક્સ્પો 2025 અને લેબટેક એક્સ્પો 2025 ની 20મી આવૃત્તિનું આયોજન કર્યું છે. ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન એસોસિયેટ ઇવેન્ટ પાર્ટનર છે.

આ વર્ષે નિયમિત ક્ષેત્રો ઉપરાંત અમે કોનકરન્ટ ઇવેન્ટ્સ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સ્પો અને રો એન્ડ પેકેજિંગ મટિરિયલ એક્સ્પો ઉમેર્યા છે. આ ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનો, મશીનરી અને સાધનોના પૂરક છે, તેથી ઔદ્યોગિક મુલાકાતીઓ માટે ઉપયોગી થશે.

રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ