લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટરે અમદાવાદ દ્વારા હાઇપરબેરિક ઑક્સિજન થેરાપીનો પ્રારંભ

copy image

લીડિંગ હેલ્થ કેર પ્રોવાઇડર લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટર દ્વારા અમદાવાદમાં પ્રથમવાર હાઇપરબેરિક ઑક્સિજન થેરાપી (HBOT)નો પ્રારંભ કર્યો છે. લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટર થકી આ અદ્યતન નોન-ઇન્વેસિવ સારવાર વિકલ્પ હવે અમદાવાદ શહેરમાં લોકોને ઉપલબ્ધ થઈ છે.

હાઇપરબેરિક ઑક્સિજન થેરાપી એ એવી પદ્ધતિ છે, જેમાં દર્દીને ખાસ તૈયાર કરેલા પ્રેશરાઇઝ ચેમ્બરમાં શુદ્ધ ઑક્સિજન શ્વસન કરાવવામાં આવે છે. લોહીના પ્રવાહમાં ઓક્સિજનની સાંદ્રતામાં વધારો શરીરની કુદરતી સારવાર પ્રક્રિયાઓને વેગ આપે છે. એટલું જ નહિ આ થેરાપી વિવિધ એક્યુટ અને ક્રોનિક કન્ડિશનની સારવારમાં ફાયદાકારક સાબિત થઈ છે.

આ સારવાર ડાયાબિટીસ વાઉન્ડ, રેડિએશન ઈન્જરી, કાર્બન મોનૉઑક્સાઇડ પોયઝનીંગ, ગંભીર એનિમિયા, ક્રશ ઇન્જરી, સ્ક્રીન ગ્રાફ્ટ ફેઇલ્યોર જેવી સ્થિતિમાં લાભદાયી સાબિત થઈ છે. આજે આ માત્ર તબીબી ઈમર્જન્સી માટે નહીં, પણ ઓક્સિડેટિવ તણાવ ઘટાડવા, કોષીય પુનર્જીવન અને સામાન્ય તંદુરસ્તી સુધારવા માટે પણ અપનાવવામાં આવી રહી છે.

રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ