ઐશ્વર્યા મજમુદાર ખેલૈયાઓના થનગનાટને નવરાત્રિ પહેલા જ સાતમાં આસમાને પહોંચાડશે

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ”ફળિયું ફરી એકવાર” દ્વારા પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર સાથે પ્રી-નવરાત્રિનું આયોજન

ગુજરાત સહિત અમદાવાદના ખેલૈયાઓમાં વર્ષોથી પોતાની એક અલગ છાપ ઊભી કરનાર ”ફળિયું” ફરી એકવાર ગામઠી ગરબા લઇને આવી રહ્યું છે. આ વખતે ”ફળિયું” દ્વારા અમદાવાદીઓ માટે પ્રી-નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બિટ પડે અને પગલાં થિરકે એમ ફળિયું આવ્યો એટલે બધું જ ચમકી જાય છે. આમ તો, નવરાત્રિનો પ્રારંભ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી થઇ રહ્યો છે, પણ ૨૦ સપ્ટેમ્બરના રોજ ”ફળિયું ફરી એકવાર” દ્વારા પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર સાથે પ્રી-નવરાત્રિનું આયોજન કર્યું છે. ઐશ્વર્યા મજમુદાર ખેલૈયાઓના થનગનાટને નવરાત્રિ પહેલા જ સાતમાં આસમાને પહોંચાડવા માટે તૈયાર છે.

પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે બાળપણથી જ સંગીતમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે. માત્ર 11 વર્ષની ઉંમરે સોલો કોન્સર્ટ આપનાર ઐશ્વર્યાએ ‘છોટે ઉસ્તાદ’ વિજેતા બની રાષ્ટ્રીય સ્તરે ખ્યાતી મેળવી છે. બોલિવૂડ અને પ્રાદેશિક ફિલ્મોમાં અનેક લોકપ્રિય ગીતો ગાવા ઉપરાંત, તેમણે ટીવી શો હોસ્ટિંગ અને ડિઝની ફિલ્મોના હિન્દી વર્ઝન માટે ડબિંગ કરી પોતાની બહુમુખી પ્રતિભા દર્શાવી છે. પોતાની યૂટ્યુબ ચેનલ થકી પણ લાખો દર્શકોના દિલમાં વસેલી છે. વિવિધ રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કરનાર ઐશ્વર્યા આજે યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે.

આ સમગ્ર ઇવેન્ટ અમદાવાદના કર્ણાવતી ક્લબ રોડ પાસે આવેલા સૂરામ્યા ફાર્મ ખાતે આયોજીત કરવામાં આવી છે. ”ફળિયુ ફરી એકવાર” ધ વાઇટ ટાઇગર એન્ટરટેઇમેન્ટ ના ધ્રુમીલ ખમાર દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે.

રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.