આરટીઓ ભુજ દ્વારા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-૨જિસ્ટ્રેશન સી.પી.આઈ. કરાવવા બાબતે કેમ્પનું આયોજન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા ઓગસ્ટ-૨૦૨૫ માસના નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-૨જિસ્ટ્રેશન તથા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સી.પી.આઈ. કરાવવા માટે વિવિધ સ્થળોએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧૯ ઓગસ્ટના રોજ નખત્રાણા, ૨૦મી ઓગસ્ટના નલીયા અને ૨૧મી ઓગસ્ટના રોજ મુંદરા તથા ૨૨મી ઓગસ્ટના રોજ માંડવી ખાતે કેમ્પ યોજાશે. આ કેમ્પમાં સ્થળે સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૨:૦૦ કલાક સુધી નોન ટ્રાન્સપોર્ટ વાહનોની રી-રજીસ્ટ્રેશન તથા સી.પી.આઈ.ની કામગીરી કરી આપવામાં આવશે તેમ ઈન્ચાર્જ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.