ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા ૪૧,૪૫,૦૪૦/- નો જથ્થો પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એ.એસ.આઈ. દેવજીભાઈ મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ ગોહિલ. સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, મુળરાજભાઇ ગઢવી, સુરજભાઈ વેગડા, લીલાભાઇ દેસાઇ, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા ડ્રા.મહેન્દ્રસિંહ જાડેજાનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, યુવરાજસિંહ વજુભા જાડેજા રહે. ગામ ત્રગડી તા.માંડવી તથા જીતુભા ઉર્ફે જીતીયો મંગળસિંહ સોઢા રહે. ગામ ખાનાય તા. અબડાસા તથા નિલેશસિંહ નવુભા જાડેજા તથા સંજયસિંહ નવુભા જાડેજા તથા મેહુલસિંહ ચંદુભા ઝાલા તથા દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા રહે. ત્રગડી તા. માંડવી વાળાઓ તેના સાગરીતો સાથે મળી ગુજરાત રાજ્ય બહાર થી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવી ત્રગડી ગામની દક્ષીણ બાજુ આવેલ સીમ વિસ્તાર જે સરકારી પડતર જમીન આવેલ હોય અને ઘટાદાર બાવળો થી ધેરાયેલ હોય તે સીમ વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રાખી અને ત્યાથી તેઓના કબ્જા ભોગવટાના અલગ- અલગ વાહનોમાં આ જથ્થો ભરી રહેલ હોય અને આ ભારતીય વિદેશીદારૂના જથ્થાનું કટીંગ કરી રહેલ હોવાની હકીકત મળેલ. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૬૩/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ ૧૯૪૯ની કલમ ૬૫-(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧,૮૩,૯૮(ર) તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૧૧(૨)(બી), ૧૧૧(૩), ૧૧૧(૪) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કી.રૂ.૧,૦૧,૬૫,૦૪૦/-
  • ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશીદારૂની નાની મોટી બોટલો નંગ- ૧૬૩૨ કી.રૂ. ૧૭,૭૯,૬૦૦/-

બીયરના ટીન નંગ- ૧૦૭૫૨ કી.રૂા. ૨૩,૬૫,૪૪૦/-

  • ગુન્હા કામે પ્રોહીબીશનના મુદ્દામાલની હેફરેફર તેમજ ગુન્હો કરવામાં ઉપયોગમાં લીધેલ લોડીગ વાહનો તથા ફોરવ્હીલર કાર તથા મો.સા. નંગ- ૯ કી.રૂા. ૬૦,૨૦,૦૦૦/-

:• હાજર નહી મળી આવેલ આરોપીઓ

  • યુવરાજસિંહ વજુભા જાડેજા રહે. ગામ ત્રગડી તા.માંડવી (લીસ્ટેડ બુટલેગર)

જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા રહે. ખાનાય તા.અબડાસા કચ્છ. (લીસ્ટેડ બુટલેગર)

  • નિલેશસિંહ નવુભા જાડેજા તથા
  • સંજયસિંહ નવુભા જાડેજા
  • મેહુલસિંહ ચંદુભા ઝાલા
  • દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા રહે. ચારેય ત્રગડી તા.માંડવી
  • મહેન્દ્રા કંપનીની બોલેરો મેકક્ષ પ્લસ લોડીંગ વાહન GJ 08 AW 6478 વાળાનો માલીક/ચાલક
  • મહેન્દ્રા કંપનીની બોલેરો મેકક્ષ પીકઅપ GJ 12 CT 8183 વાળાનો માલીક/ચાલક
  • મહેન્દ્રા કંપનીની બોલેરો મેકક્ષ પીકઅપ GJ 12 CT 2779 વાળાનો માલીક/ચાલક
  • ટાટા કંપનીનું INTRA PICKUP GJ 01 LT 2756 વાળાનો માલીક/ચાલક
  • હ્યુન્ડાઈ કંપનીની કેટા GJ39 CC 5190 વાળાનો માલીક/ચાલક તથા
  • ટોયોટા કંપનીની ઈનોવા ક્રિસ્ટા GJ17 BH 8667 વાળાનો માલીક/ચાલક
  • મહેન્દ્રા કંપનીની બોલેરો પાવર પ્લસ GJ 02 DP 6390 વાળાનો માલીક/ચાલક
  • હિરો કંપનની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. GJ 12 EN 3901વાળાનો માલીક/ચાલક

હિરો કંપનીની CD 110 ડ્રીમ ડીલક્ષ મો.સા. 12 C13219 વાળાનો માલીક/ચાલક તથા તપાસમાં નિકળે તે.