સામખિયાળી નજીક જુગાર રમતા છ ખેલીઓ ઝડપાયા

copy image

copy image

સામખિયાળી નજીક ખાનગી કંપનીની વસાહતમાં જુગાર રમતા છ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સામખિયાળીની ગેલન્ટ કંપનીની વસાહતમાં ખુલ્લેઆમ અમુક ઈસમો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે હકીકત વાળા સ્થળ પર તપાસ કરતા આરોપી ઈસમો હાજર મળી આવતા તેમની ધરપકડ કરી કુલ રૂ;30,040નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.