ખારી વિસ્તારમાં સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

copy image

copy image

મુંદરા ખાતે આવેલ ખારી વિસ્તારમાં બાવળોની ઝાડીમાં તીનપત્તી વડે પોતાનું નશીબ અજમાવતા સાત જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત સાંજે ખારી વિસ્તારમાં બાવળોની ઝાડીમાં અમુક ઈસમો ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે કુલ રૂ; 27,705ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી આદરી છે.