માંડવીના ભોજાયમાંથી ત્રણ ખેલીઓની અટક

copy image

માંડવી ખાતે આવેલ ભોજાયમાં ત્રણ ખેલીઓને પોલીસે પકડી લીધા હતા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભોજાય ગામના તળાવના ઓગન પાસે અમુક ઈસમો ગંજીપાના વડે રૂપિયાની રમત કરી રહ્યા છે. જેથી તુરંત જ પોલીસે રેડ કરતા રોકડા રૂ; ૨૮૦૦ સાથે ઝડપી લીધા હતા. વધુમાં પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.