માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખૂનની કોશીશના ગુનાના આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

copy image

આ કામેના ફરીયાદીનું ભુજ તાલુકાના લોરીયા ગામની સીમ વિસ્તારમાં ખેતર આવેલ હોય જે ખેતર આરોપીઓ પચાવી પાડવા માંગતા હોય જેથી આ કામેના આરોપીઓ ફરીયાદીનું ખેતર ટ્રેક્ટર વડે ખેડી નાખી આશરે રૂપીયા-૫.૦૦,૦૦૦/- જેટલું ખેતરમાં બગાડ કરી ફરીયાદી ઉપર ટ્રેક્ટર ચડાવી જાનથી મારી નાખવાની કોશીષ કરી ત્યારબાદ ફરીયાદી તથા સાહેદો ખેતરમાં પ્રવેશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય જે અન્વયે માધાપર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.જી.નં.૪૫૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૦૯,૩૫૧(૩),૫૪,૩ ૨૪(૬) મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ.

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત ગુના કામેના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ. નવીનભાઇ જોષી તથા શક્તિસિંહ ગઢવી તથા પો.કોન્સ. જીવરાજભાઈ ગઢવીનાઓ ઉપરોકત ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે ગુનામાં સંડોવાયેલ આરોપી (૧) જગમાલજી ઉર્ફે જગદીશસિંહ ચમાજી જાડેજા રહે. લોરીયા તા. ભુજ વાળાને પકડી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • આરોપી
  • જગમાલજી ઉર્ફે જગદીશસિંહ ચમાજી જાડેજા રહે. લોરીયા તા. ભુજ