ભુજ-બરેલી એક્સપ્રેસ હવે પરિવર્તિત માર્ગ પર દોડશે

copy image

ઉત્તર પશ્ચિમ રેલ્વેના જયપુર મંડલના ખાતીપુરા સ્ટેશન પર એન્જિનિયરિંગ કામ હોવાને કારણે ભુજ-બરેલી એક્સપ્રેસ હવે પરિવર્તિત માર્ગ પર દોડાવામાં આવશે .13 સપ્ટેમ્બરની ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગને બદલે પરિવર્તિત માર્ગ ફુલેરા-રિંગસ-રેવાડી થઈને પસાર થશે.
પરિવર્તિત માર્ગ પર આ ટ્રેન રિંગસ, નીમકા થાણા, નારનૌલ અને અટેલી સ્ટેશનો પર સ્ટોપ લેશે તો ટ્રેન નંબર 20964 વારાણસી-સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બદલે પરિવર્તિત માર્ગ રેવાડી-રિંગાસ-ફુલેરા થઈને પસાર થશે. પરિવર્તિત માર્ગ પર આ ટ્રેન નારનૌલ, નીમકા થાણા અને રિંગસ સ્ટેશનો પર સ્ટોપ લેશે.