સાંસદશ્રી ની પ્રેરણા તથા આયોજન થી સરહદે રક્ષા બંધનની આવતી કાલે ઉજવણી


સાંસદશ્રી વિનોદભાઇએ જણાવ્યુ હતું કે, ભારત તહેવારો નો દેશ છે. ભાઇ – બહેન ના અમર પ્રેમના પ્રતિક
રક્ષાબંધન ના બહેનો ભાઇના કલાઈ પર રાખડી બાંધી ને આશિષ આપે છે. ભાઇ બહેનની રક્ષા અને સુખ દુખમાં
સહભાગી બનવાનું વચન આપે છે. ત્યારે આપણા લોક લાડીલા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ની
પ્રેરણા તથા પથ દર્શન થી હું પણ મારા સાથી ભાઇ – બહેનો સાથે છેલ્લા દશ વર્ષથી વતન થી દુર બીહામણા રણ
પ્રદેશ, દરિયા કિનારા અને જંગલો માં બોર્ડર ઉપર આપણી અને આપણા માં ભોમની રક્ષા કરતાં વિર જવાનો સાથે
પારિવારિક ભાવના થી જોડાઇ રક્ષા બંધન ત્યોહાર ની ઉજવણી કરીએ છીયે રક્ષા બંધન ના આગલા દિવસે તારીખ
૦૮/૦૮/૨૦૨૫ ને શુક્રવારે લોદ્રાણી BSF પોષ્ટ કુડા ૮૪ બટાલીયન તથા “૦” પોઇન્ટ ઉપર ફરજ બજાવતા વિર
જવાનો સાથે રક્ષાબંધન ત્યોહાર અને સહ ભોજન નું આયોજન કરેલ છે. આ ઉત્સવમાં માન. ધારાસભ્યશ્રીઓ,
જીલ્લા તાલુકા પંચાયત ના પદાધિકારીઓ, આસ પાસના ગ્રામજનો સાથી મિત્રો, સંગઠાત્મક સાથી મિત્રો કુડા પોષ્ટ
અને ફોરવર્ડ બી.ઓ.પી. સાથે મનોરંજન અને સંગીત કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવેલ છે.