સંરક્ષણ દળમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે નિવાસી વર્ગ માટે અરજીઓ મંગાવાઈ
ગુજરાત રાજ્યના યુવાનો સરંક્ષણ દળમાં ભરતી થાય તે માટે જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા કચ્છ જિલ્લાના
ઉમેદવારો માટે ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગમાં જોડવા ઇચ્છુક ઉમેદવારો ને તાલીમ વર્ગ માં રહેવા-જમવાનું તથા
શારીરિક કસોટી અને લેખિત કસોટીની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં ધોરણ-૧૦ પાસ કે તેથી વધુ
(ધોરણ-૧૦ માં ઓછામાં ઓછા પ૦% ફરજીયાત અને દરેક વિષય માં ઓછામાં ઓછા ૩૩% ગુણ હોવા ફરજીયાત) હોય તેવા
જ ઉમેદવારો આ તાલીમ માટે અરજી કરી શકશે તેમજ તાલીમાર્થી તરીકે જોડાનાર ઉમેદવારોની ઉમર :૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષ
સુધી, લંબાઈ :૧૬૮ સે.મી, છાતી:૭૭-૮૨ સે.મી હોય તેવા શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ ઉમેદવારો એ આ તાલીમ વર્ગ
માટે અરજી કરવાની રહેશે. આ તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ ફરજીયાત અરજી ફોર્મ ડાઉનલોડ કરી પોતાની
અરજી ૧૦ દિવસમાં જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ, બહુમાળી ભવન, રૂમ નં-૧૦૨/૧૦૩, ભુજ-કચ્છ ખાતે ભરેલ અરજી
પત્રક તથા ધોરણ-૧૦/૧૨ ની માર્કશીટની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, આધાર કાર્ડની નકલ બેંક ખાતાની
પાસબૂકની નકલ, પાન કાર્ડની નકલ અરજી સાથે જોડવાની રહેશે. આ અરજી ફોર્મ વિનામૂલ્યે આપવામાં આવશે. તથા ફેસબુક
પેજ MCC-KACHCHH પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. http://surl.li/jaapz લીંક પર અરજી કરી શકીશે. વધુ વિગત માટે
કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવો.
વધુમાં જણાવવાનું કે આ તાલીમ વર્ગમાં અગાઉ માહે-એપ્રિલ-૨૦૨૩ માં યોજાયેલ અગ્નીવીરની લેખિત કસોટીમાં
પાસ થયેલ ઉમેદવારોને શારીરિક કસોટીમાં સારો દેખાવ કરી શકે તે માટે એડમીટ મેળવેલ ઉમેદવારોને આ તાલીમ વર્ગમાં અગ્રતા
આપવામાં આવશે.