જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા દ્વારા ૪૦ ગ્રામપંચાયતમાં ડોર ટુ ડોર કલેક્શન માટેની ઇ-રીક્ષાને લીલી ઝંડી


આજરોજ જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ દ્વારા ૪૦ ગ્રામ પંચાયતમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઇ-રિક્ષાને લીલી ઝંડી આપવામાં આવી હતી.
ગ્રામ્યકક્ષાએ કચરાનું કલેકશન યોગ્ય રીતે થઇ શકે, ગામડાઓ સ્વચ્છ બને તે માટે ગ્રામ પંચાયતને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા ઈ-રિક્ષાની ફાળવણી કરવામાં આવી હતી. ગામોમાં કચરાનું કલેક્શન થઈ શકે અને કચરો ડમ્પિંગ સાઈટ ઉપર પહોંચે અને ગામોની સ્વચ્છતામાં વધારો થાય તે માટે ઇ – રિક્ષા આપવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નીકુંજ પરીખ, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના મદદનીશ પ્રાયોજન અધિકારીશ્રી મહેશ ચાવડા તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ હાજર રહ્યા હતા.