ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મુંદરા મરીન પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ દારૂની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય. મુંદરા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.કે.રાડા સાહેબનાઓએ સુચના આપેલ જેથી વિદેશી દારૂની પ્રવૃત્તીનો સદંતર નેસ્તનાબુદ કરવા અંગે સુચના આપેલ હોય જે અનુસંધાને મુંદરા મરીન પો.સ્ટે.ના કર્મચારીઓ પો.સ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા.
જે અનુસંધાને મુંદરા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.કે.રાડા સાહેબની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન પો.કોન્સ રામજીભાઈ કોરાભાઈ નાઓને ખાનગી રાહે ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ ભરૂડીયા વાડી વિસ્તારમાં રહેતા ખોડુ માણેક ગઢવી તથા કરણ કનુભાઈ ગોહીલ રહે, ભરૂડીયા તા- મુંદરા વાળાઓ પોતાના કબ્જાની એક્સેસ ટુ વ્હીલર જેના રજી નં- G-12-HF-2718 વાળીમાં ઈંગ્લીશ દારુ લઈ ભરૂડીયા સીમ વિસ્તારમાંથી જઈ રહેલ હતા જે બાબતે વર્ક આઉટ કરી નીચેની વિગતે મુદામાલ કબ્જે લઈ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ અને સરનામા
(૧)ખોડુ માણેક ગઢવી ઉ.વ. ૨૮૨હે.ભરૂડીયા વાડી વિસ્તાર તા.મુંદરા-કચ્છ મો.નં.- ૮૨૩૮૮૨૧૦૧૭
(૨) કરણ કનુભાઈ ગોહીલ ઉ.વ. ૨૪ હાલે રહે.ભરૂડીયા વાડી વિસ્તાર તા.મુંદરા-કચ્છ મુળ રહે, નાના સમઢિયાળા તા- ઉના જી- ગીર સોમનાથ મો.નં.- ૯૦૧૬૨ ૭૨૬૭૩
મુદામાલની વિગત
GREEN LABAL WHISKY 750 એમ.એલ.ની કાચની બોટલ નંગ- ૨૭ જેની કિ.રૂ- .૧૭,૩૦૭/-
ROYAL CHALLENGE FINE RESERVE WHISKY 750 એમ.એલ.ની કાચની બોટલ નંગ- ૦૨ જેની કિ.રૂ ૧૩૭૨/-
KING FISHER PREMIUM BEER ટીન નંગ- ૨૫ જેની કિ.રૂ કિ.રૂ-.૫૫૦૦/-
મોબાઈલ ફોન નંગ- ૦૨- જેની કિ.રૂ. ૨૫૦૦0/-
એક્સેસ ટુ વ્હીલર જેની કિ.રૂ. ૫૦,૦૦૦/
- કુલ્લે કિ.રૂ. – ૯૯,૧૭૯/-
આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ
સદરહુ કામગીરીમાં પી.કે.રાડા સા. તથા એ.એસ.આઈ. ભાવિકસિંહ પી. જાડેજા તથા પો.કોન્સ રામજીભાઈ કે.રબારી તથા પો.પગી દોલતસિંહ ડી.જાડેજાનાઓ જોડાયા હતા.