પધ્ધર પોલીસ સ્ટેશનના ઝીંકડી ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પધ્ધર પોલીસ”


પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ શ્રી પશ્ચિમ કચ્છ-ભુજ નાઓ તથા રવિરાજસિંહ જાડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજ નાઓએ જીલ્લામાં દારૂ-જુગારની ગે.કા. પ્રવૃતી નેશનાબુદ કરવા સુચના આપેલ હોઇ.
જે અન્વયે પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.પરમાર સાહેબ ની સુચના મુજબ પધ્ધર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. પૃથ્વીરાજસિંહ રાણા તથા પો.કોન્સ. બળદેવભાઇ રબારી નાઓને સયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, ઝીંકડી ગામની પંચાયત પાછળ આવેલ ખેતરના શેઢા ઉપર આવેલ બાવળના ઝાડની નીચે અમુક ઇસમો ગંજી પાના વડે રૂપીયાની હારજીતઓ જુગાર રમી રહેલ છે તેમજ આ પ્રવૃતી હાલમાં ચાલુમાં છે જે મળેલ બાતમી હકિકત આધારે તુંરતજ વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા નિચે મુજબના તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓ :-
(૧) કાનજીભાઇ રાણાભાઇ ગાગલ આહીર) ઉ.વ.૫૫ રહે.ઝીંકડી તા.ભુજ
(૨) માવજીભાઇ કાનજીભાઇ ખાસા ઉ.વ.૪૭ રહે. ઝીંકડી તા-ભુજ
(૩) અશરફ જુમાભાઈ ત્રાયા ઉ.વ.૩૧ રહે. ઝીંકડી તા-ભુજ
(૪) માવજીભાઇ વાલજીભાઇ ખાસા (આહીર) ઉ.વ.૪૯ રહે.ઝીંકડી તા-ભુજ
(૫) ભીમજીભાઇ શીવજીભાઇ ગાગલ (આહીર) ઉ.વ.૫૫ રહે.ઝીંકડી તા-ભુજ
(૬) માવજીભાઇ રૂપાભાઇ ખાસા(આહીર) ઉ.વ.૫૮ રહે.ઝીંકડી તા-ભુજ
(૭) હરેશ વાલજી કેરાશીયા (આહીર) રહે. ઝીંકડી તા.ભુજ (નાશી જનાર)
(૮) અબ્દુલ મામદ ત્રાયા રહે. ઝીકડી તા.ભુજ (નાશી જનાર)
મુદ્દામાલ :-
(૧) રોકડા રૂપીયા- ૧૪,૩૫૦/-
(૨) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ- ૭ કિ.રૂ- ૩૫,૦૦૦/-
(૨) ગંજીપાના નંગ-૫૨, કિં.રૂા.૦૦/-
એમ કુલ કિ.રૂ.૪૯, ૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો. ઇન્સ. એ.જી.પરમાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. મહીપાલસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ જાડેજા તથા અશ્વિનભાઇ સોલંકી તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા હરીશચન્દ્રસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ રાણા તથા પો.કોન્સ. બળદેવભાઇ રબારી તથા હો.ગા તરુણભાઇ આહિર વિ. જોડાયેલ હતા.