માદક પદાર્થ ગાંજો કિ.રૂ.૫૦,૧૨૦/- ના નાર્કોટીક્સના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી SOG પશ્ચિમ કચ્છ-ભુજ

copy image

અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોનાં સેવનની પ્રવૃતિને સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોઈ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં નાર્કોટીક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન ता.०६/०८/२०२५ ના રોજ એસ.ઓ.જી સ્ટાફના અધિકારી/કર્મચારીઓ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ ચેતનસિંહ જાડેજા તથા ગોપાઇભાઈ ગઢવી નાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી મુંદરા વિસ્તારમાં આવેલ શિવશક્તિ હોસ્પીટલવાળી શેરીમાંથી આરોપીના કબ્જામાંથી કુરીયર મારફતે મંગાવેલ માદક પદાર્થ ગાંજો ૫.૦૧૨ કિ.ગ્રા કી.રૂ.૫૦,૧૨૦/- નાં નાર્કોટિક્સનો મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપી વિરુદ્ધ મુંદરા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) સુરજકુમાર રામબલમ સાહ,ઉ.વ ૨૦, રહે.હાલે-ધ વીલેજ હોટલની સામે, વિરેન્દ્ર શાહના મકાનમાં,નાના કપાયા, મુંદરા કચ્છ.મુળ રહે. ગામ જગરનાથા, તા માંજા,જી. ગોપાલગંજ, બિહાર

કબ્જે કરેલ મુદામાલ

  • (૧) માદક પદાર્થ ગાંજો ૫.૦૧૨ કિ.ગ્રા કિ.રૂ. ૫૦,૧૨૦/-

→ (૨) મોટર સાયકલ કિ.રૂ ૨૫,૦૦૦/-

:- (૩) એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ ૨,૦૦૦/-

:- (૪) રોકડા રૂપીયા-૫૦૦/-

એમ કુલ્લે -કિ.રૂ ૭૭,૬૨૦

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી તથા, એ.એસ.આઈ. દિનેશભાઇ ગઢવી,રજાકભાઈ સોતા, પ્રો.એ.એસ.આઇ કાજલબેન રાઠોડ, તથા પો.હેડ.કોન્સ., ચેતનસિંહ જાડેજા,ગોપાલભાઇ ગઢવી,ભાવેશભાઇ ચૌધરી, પો.કોન્સ.દિનેશભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા