ધાણેટીમાં ધાણીપાસાનો જુગાર રમતા પાંચ ઇસમો પકડાયા

ભુજ તાલુકાનાં જૂની ધાણેટી ગામ પાસે ધાણીપાસાનો જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડ્યા હતા. આ બનાવની મળતી વિગતો અનુસાર પધ્ધર પોલીસે જૂની ધાણેટી ગામ પાસે તળાવમાં કાંઠા નજીક ધાણીપાસાનો જુગાર રમતા વાલજી ગોવિંદભાઈ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, અણંદા જીવાભાઇ બાલાસરા, દેવા ત્રિકમભાઈ માતા, વાલજી દમજી ગઢવીને ધાણીપાસાનો હારજીતનો જુગાર રમતા રૂ. 61,850 તથા મોબાઈલ નંગ 5 કિંમત રૂ. 3,500 મળી કુલ 65,350 ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે બધા વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *