મોરબની: નવદુર્ગાને અર્પણ એક શાહી ગરબા મહોત્સવ


અમદાવાદ શહેરને પ્રથમવાર એવો નવરાત્રી ઉત્સવ મળ્યો છે, જે ગરબાની પરંપરા સાથે શાહી અંદાજનો સમન્વય કરીને સમગ્ર રમઝટને એક નવું સ્વરૂપ આપે છે. અમદાવાદ શહેરને સૌપ્રથમવાર શાહી ઠાઠ સાથે ઉજવાતા એક અનોખા ગરબા “મોરબની”નો અનુભવ થવા જઈ રહ્યો છે. હારમોની ઇવેન્ટ્સ દ્વારા આયોજિત મોરબની ગરબો – મોરના આનંદ અને પરંપરાગત ગરબાના રંગને ભવ્યતા સાથે જોડે છે. અમદાવાદના શેલા ખાતે આવેલા વીઆઈપી રોડ વાપા સિટી ખાતે 22 સપ્ટેમ્બર 2025થી યોજાનાર આ વિશિષ્ટ ગરબાની થીમ “Grand Royal Peacock” એટલે કે શાહી મોર – જે ગરબાને એક નવો શાહી સ્વરૂપ આપે છે.
આ કાર્યક્રમમાં અંદાજે 7,500 થી વધુ લોકો હાજરી આપશે અને 2,53,000 સ્ક્વેર ફૂટના વિસ્તૃત મેદાનમાં તારા નીચે ગરબાની મજા માણશે. આ ગરબાની સૌથી મોટી ખાસિયત એ પણ છે કે, બે અલગ અલગ સેગમેન્ટમાં રાત્રે 9થી 12 વાગ્યા સુધી લાઈવ કલાકારો સાથે ગરબા અને ત્યારબાદ પરોઢ સુધી મંડળી ગરબો યોજાશે.
રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ