બન્ને સેવાકીય સંસ્થા દ્વારા વિકલાંગ વિહારમાં જરૂરી જરૂરિયાત પરીપૂર્ણ કરી પરમાનંદી બન્યા

નવચેતન અંધજન મંડળ માધાપર સંચાલિત વિકલાંગ વિહાર ખાતે માઁ શક્તિ સ્પોર્ટ્સ ક્લબના સભ્યો થકી એક સુંદર સેવાકાર્ય કરવામાં આવ્યું. તેમાં દિવ્યાંગ કન્યાઓ માટે 20 લીટર ની 40 બાલટી,બેસવા માટે ના 40 મોટી સાઇઝના પાટલા, 40 મગ મોટા પાણીના બે જગ અને 5 પગ લૂછણીયા તથા ભુુ તાલુકાના જશ્રી. મેઘપર મહાદેવ મંદિર ટ્રસ્ટ મેઘપર તરફથી 10 લીટર વાળી 40 બાલટી દિવ્યાંગ બાળાઓ માટે આપવામાં આવ્યા*.

*આ સેવાકીય ભગીરથ કાર્યમાં પ્રમુખ શ્રી હાર્દિકભાઈ,ઉપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, સલાહકાર શ્રી મોહિત મામા અને જયભાઈ ત્રિપાઠી, મંત્રીશ્રી વિપુલભાઈ કેવડીયા, ભાવિનભાઈ ડુડિયા, જી.કે પરમાર જોડાયા હતા*.

 *શાળા સંકુલ બહુજ રમણીય અને સુંદર છે.કો.ઓર્ડીનેટર બેનશ્રી રીમાબેન તરફથી ચા પાણી દ્વારા સૌને ભાવથી આવકાર આપવામાં આવ્યો.*તેમના દ્વારા દિવ્યાંગ બાળાઓ અને દિવ્યાંગ બાળકોના જીવનની આછી ઝલક આપવામાં આવી. અને તેમની જ શાળાનીએક દિવ્યાંગ દીકરી ઇજિપ્તમાં ગોલબોલ રમત માટે સિલેક્ટ થઈ છે એમ જણાવવામાં આવ્યું*

.

*અને ખાસ જેમના માટે આ શાળાનું સંચાલન થાય થાય છે એવી દિવ્યાંગ બાળાઓની રાખડી, ચિટક કામ, ભરત કામ,સિલાઈ કામ જેવી પ્રવૃત્તિઓ જોઈને મંત્રમુગ્ધ થઇ ગયા. સરસ મજાનો મોટો પ્રાર્થના હોલ વિવિધ રૂમ પર દિવ્યાંગ બાળાઓ ઓળખી શકે તે માટે કંડારવામાં આવેલ બ્રેઈલ લિપિ વાળું લખાણ બધું જ અવિશ્વસનીય હતું. કુદરતે તેમને એકાદ અંગની ખોટ આપી છે પણ સામે હજાર કાર્યો કરવાની તાકાત પણ આપી છે.આ જોઈને અમે બધા જ મિત્રો દંગ રહી ગયા. આજના સેવાકીય કાર્ય થી તમામનું અંત:કરણ ઠર્યું. 

સંસ્થા દ્વારા સેવાકાર્ય માટે અમને હેન્ડ મેડેડ ગણપતિ થી સન્માનવામાં આવ્યા.